ઈસુખ્રિસ્તનો ધર્મોપદેશ
– કૃપા કરી નીચેનું વાંચો
જનરલ 1:1 | શરૂઆતમાં ભગવાને સ્વર્ગ ને પૃથ્વી નું સર્જન કર્યું. |
રોમ 3:23 | કારણકે દરેકે પાપ કર્યાં હતાં અને ઈશ્વરના પૂજનની ખોટ હતી. |
જ્હોન 8:34 | ઈસુએ તેમને જવાબ આપ્યો, “ ખૂબજ ખાત્રીપૂર્વક હું તમને જણાવું છું કે જે કોઈ પાપ કરે છે તે પાપનો ગુલામ બને છે. |
ઈશ્વરે આપણું સર્જન કર્યું પરંતું આપણે તેને જાણતા નથી અને આપણા પાપી સ્વભાવને લીધે આપણે તેનાથી વિખૂટા પડી ગયાં છીએ. ઈશ્વર વિના આપણી જિંદગીનો કોઈ અર્થ નથી, કોઈ પ્રયોજન નથી. આપણા પાપનું પરિણામ (કિંમત ચૂકવવાની) શારીરિક અને અધ્યાત્મિક મૃત્યુ બંને છે.શારીરિક મૃત્યુનો અર્થ ઈશ્વરથી વિયોગ. શારીરિક મૃત્યુ એ આ શરીરનો નાશ છે. જો આપણે પાપ સાથે મોત પામશું તો સદૈવ ઈશ્વરથી અલગ પડી જશું ને નરકમાં પડશું. કેવી રીતે આપણે પાપથી બચી શકીએ અને ઈશ્વર પાસે પાછા ફરી શકીએ? આપણે બચી શકીએ એમ નથી, કારણકે પાપી વ્યક્તિ માટે બચવાનું શક્ય નથી.(જેવી રીતે ડૂબતો માણસ પોતાને બચાવી ન શકે)
બીજા કોઈપણ આપણને બચાવી ન શકે, કારણકે આપણે બધા પાપી છીએ. (એક ડૂબતો માણસ બીજા ડૂબતા માણસને ન બચાવી શકે, બંન્નેને મદદની જરૂર છે.) આપણા પાપમાંથી આપણને બચાવવા માટે પાપરહિત વ્યક્તિની જરૂર છે.માત્ર પાપરહિત વ્યક્તિ જ આપણને બચાવી શકે. જ્યાં દરેકે પાપ કર્યા છે એવી અધમ દુનિયામાં પાપરહિત વ્યક્તિ કેવી રીતે શોધવી?
રોમ 6:23 | કારણકે પાપનું વળતર મોત છે.પરંતું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમીપમાં શાશ્વત જિંદગી ઈશ્વરની બક્ષિસ છે |
જ્હોન 3:16 | કારણકે ઈશ્વર સૃષ્ટિને એટલી ચાહતા હતા કે તેમણે ઉત્તપન્ન કરેલા તેમના એકમાત્ર પુત્રને એવી ભેટ આપી કે, જે કોઈ તેનામાં શ્રદ્ધા રાખશે તે નાશ નહિ પામે પરંતું શાશ્વત જિંદગી પામશે. |
મેટ 1:23 | ”ધ્યાનપૂર્વક જૂઓ, વિશુધ્ધ કન્યા બાળક ધારણ કરશે અને પુત્રને જન્મ આપશે અને લોકો તેને ઈમેન્યુઅલ તરીકે ઓળખાશે ” તેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે“ એવો થાય છે. |
જ્હોન 8:23 | અને તેણે તેમને કહ્યું, “ તમે ધરતી પરથી છો; અને હું ઊંચેથી છું. તમે આ સૃષ્ટિના છો; હું આ સૃષ્ટિનો નથી. |
માર્ક1:11 | પછી સ્વર્ગમાથી અવાજ આવ્યો, “તું મારો વહાલો પુત્ર છે, હું તારાથી ઘણો ખુશ છું. ” |
જ્હોન 8:36 | તેથી જો પુત્ર તને મૂક્ત કરે તો તું ખરેખર મૂક્ત થઈશ |
જ્હોન 3:3 | .” જિસસે તેને જવાબ આપી કહ્યું, હું ખૂબજ ખાત્રીપૂર્વક હું તને જણાવું છું કે પુનર્જન્મ વિના કોઈપણ ઈશ્વરનું પ્રભુત્વ જોઈ શકતો નથી.” |
જ્હોન1:12 | પરંતું ઘણા બધા એ તેમને અનુભવ્યા છે, જેમને તેના નામમાં શ્રદ્ધા છે,તેમને તેણે ઈશ્વરના બાળકો બનવાનો અધિકાર આપ્યો છે. |
ઈશ્વર જેણે આપણને જન્મ આપ્યો અને આપણને ખૂબજ ચાહે છે તેમણે જ આપણને સમસ્યાનો ઉકેલ આપ્યો. આપણા તરફ તેમના ખૂબજ પ્રેમને કારણે તેમણે પોતાના પુત્ર ઈસુને આપણા પાપોને માટે મરવા માટે મોકલ્યા.
ઈસુ પાપરહિત છે કારણકે તે આ જગતના નથી, અને, આ ધરતી પર હતા ત્યારે શયતાનની પાપ કરવાની લાલચને જીતી લીધી. તેમના જીવને સ્વર્ગમાં ઈશ્વરને ખુશ કર્યા. ઈસુએ આપણા પાપ ભોગવી લીધાં અને આપણા પાપ માટે ક્રોસ ઉપર મૃત્યુ પામ્યા. ઈસુ આપણા બધાની જિંદગીના ઉદ્ધારક છે (ઈસુ આપણને બચાવવા માટે સમર્થ છે કારણકે તે ડૂબતા નહોતા). ક્રોસ પર મૃત્યુ પામવાનો ઈસુનો ઉદ્દેશ આપણા પાપોની કિંમત ચૂકવવાનો અને, તેથી, આપણામાંથી આપણા પાપો દૂર કરીને ઈશ્વર સાથે તૂટેલો આપણો સંબંધ ફરી સ્થાપવાનો છે.ઈશ્વરની શક્તિ વડે આપણે અધ્યાત્મિક મૃત્યુમાંથી (ઈશ્વરથી વિયોગ) જીવતા થઈએ છીએ. પુનર્જન્મ એ નવો સંબંધ કહેવાય છે.
આ આપણને આપણી રચનાના ઉદ્દેશ અને અસ્તિત્વમાં પુન:સ્થાપિત કરે છે અને, જીવવા માટે આપણને ખરો અર્થ અને ઉદ્ધેશપૂરો પાડે છે.
જ્હોન 11:25 | ઈસુ તેણીને કહ્યું, “ હું જ પુનર્જીવન અને જીવન છું. મારામાં શ્રદ્ધા જે રાખે છે તે મરશે છતાં પણ જીવંત રહેશે. |
રોમ 6:9 | નિર્જીવમાંથી જાગૃત થયેલા ઈસુને જે જાણે છે, તે કદાપિ મરતો નથી. Death મૃત્યુને તેના પર કદિ પ્રભુત્વ રહેતું નથી. |
એક્ટસ્ 2:24 | મૃત્યુના દુ:ખમાંથી મુક્ત થઈને ઈશ્વરે જેમને ઊભા કર્યા, કારણકે કે તે શક્ય નહોતું કે તેના વડે તેને રોકી શકે |
રોમ 14 :9 | કારણકે આ આશય માટે ઈસુ ખ્રિસ્ત કટિબદ્ધ થયા અને ફરીથી જીવ્યા, એટલે કે તે નિર્જીવ અને જીવંત બંનેના ઈશ્વર થઈ શકે. |
એક્ટસ્ 1:11 | ” જેમણે એમ પણ કહ્યું, “ ગેલીલીના માણસો, શા માટે તમે સ્વર્ગ સામે જોઈને ઊભા છો? આ તે જ ઈસુ, તમારામાંથી ઉપર સ્વર્ગમાં લઈ જવાયા હતા, તે તમે જોયા હતા તેવા જ તમારી સમક્ષ હાજર થશે. |
આપણા પાપો માટે મરી જઈને બલિદાન આપનારા ઈસુને સ્વર્ગમાં ઈશ્વરે સ્વીકાર્યા તેનું શું પ્રમાણ છે? મૃત્યુમાંથી ઈશ્વર દ્વારા પુનરુત્થાન એ એનો પુરાવો છે. પુનરુત્થાન દ્વારા, એ પ્રમણિત થયું છે કે ઈસુએ મોતને જીતી લીધું છે ( અથવા તો બીજા શબ્દોમાં મૃત્યુને તેમના ઉપર કોઈ અધિકાર નથી. હવે, કારણકે ઈસુ જીવે છે, એટલા માટે, આપણે પણ જીવી શકીએ. આપણામાં તેનું અસ્તિત્વ આપણને જીવન બક્ષે છે.
વળી, તેમનું પુનરુત્થાનથવાથી, તે આજે જીવંત છે.
જ્હોન 5:24 | “ખૂબજ ખાત્રીપૂર્વક, હું તને જણાવું છું કે જે મને સાભળે છે અને મને મોકલનારમાં જેને શ્રદ્ધા છે તેની શાશ્વત જિંદગી છે,અને તેનો ચુકાદો નહિ થાય, પણ તેણે મૃત્યુને વટાવી જિંદગી મેળવી છે. “ |
જ્હોન 10:9 | હું એક દ્વાર છું, જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તેનું રક્ષણ થશે,અને તે આવ-જા કરશે ને ચારો મળશે. |
જ્હોન 14:6 | ઈસુએ તેને કહ્યું, હું સત્યનો અને જીવનનો માર્ગ છું. સિવાય મારા દ્વારા કોઈ ઈશ્વર પાસે પહોંચતું નથી. |
એક્ટસ્ 4:12 | આ સિવાય બીજી કોઈ મુક્તિ નથી, સ્વર્ગમાં આ સિવાય મણસોમાં બીજું કોઈ નામ નથી જેના વડે આપણો બચાવ શઈ શકે. |
રોમ 10:13 | “કારણકે જે ઈશ્વરનું સ્મરણ કરશે તેનું રક્ષણ થશે.” |
રોમ 10:13 | .” કારણકે બાઈબલ કહે છે, કે જે એનામાં શ્રદ્ધા રાખે છે તેને કલંક નહિ લાગે. ” |
રોમ 2:11 | કારણ કે ઈશ્વર પક્ષપાત કરતા નથી. |
રોમ 3:22 | જે વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખે છે તે દરેકને અને દરેક ઉપર ઈશ્વરની સચ્ચાઈપણ ઉતરે છે. કારણકે તેમાં ભેદભાવ નથી. |
રોમ 10:9 | જો કે તમે મોઢેથી પ્રભુ ઈસુનો સ્વીકાર કરશો અને તમારા હ્રદયથી માનશો કે ઈશ્વરે નિર્જીવમાથી તેમનું સર્જન કર્યું છે, તો તમે બચી જશો. |
કેવી રીતે આપણા પાપ દૂર થઈ શકે ને આપણને નવી જિંદગી મળી શકે? ઈસુ આપણા ઈશ્વર અને ઉદ્ધારક છે એવી શ્રદ્ધા રાખીને. જો આપણે આપણા પાપ કર્મોનો પશ્ચાતાપ કરીએ અને ઈસુને યાદ કરી ક્ષમા અને રક્ષણ માગીએ તો તે આપશે. ઈસુ ઈશ્વરના પુત્ર છે જે આપણા પાપો દૂર કરવા જગતમાં આવ્યા. આ ધરતી પર જે કોઈ તેનામાં વિશ્વાસ રાખશે તે ઈશ્વર પાસેથી ક્ષમા મેળવશે, પાપોથી બચશે (અને નરક) અને ઈશ્વર પાસેથી નવી જિંદગી મેળવશે. ઈશ્વર પક્ષપાત કરતા નથી. આપણે ક્યા દેશમાં રહીએ છીએ, કઈ ભાષા બોલીએ છીએ, ગરીબ કે તવંગર, પરુષ કે સ્ત્રી, યુવાન કે વૃદ્ધ, અથવા બીજા કોઈપણ શારીરિક તફાવતો વડે તે અસ્વસ્થ થતા નથી. દરેક, જે ઈસુમાં શ્રદ્ધા રાખે છે અને તેને સ્વીકાર કરેછે તેનો ઉદ્ધાર થશે. જો તમે ઈસુને અનુસરવાનું નક્કી કરો તો તમે નીચેની પ્રભુપ્રાર્થના વડે આજીજી કરી શકો. હે ઈશ્વર, મારા પાપોથી હું બચી શકું એ માટે મરી પડવા અને ઈશ્વરથી હું નવી જિંદગી પામું એ માટે તમારા એકમાત્ર પુત્ર ઈસુને મોકલવા માટે આભાર. મારા કર્મોનો મને પશ્ચાતાપ છે અને મારા પાપોની હું ક્ષમા માંગું છું. મને ઈસુમાં શ્રદ્ધા છે અને હું તેને મારા ઈશ્વર અને ઉદ્ધારક તરીકે સ્વીકારું છું
તમે મને જે નવી જિંદગી આપો તે તમને ખુશ કરે એવી રીતે જીવવા માટે તમે મને માર્ગદર્શન આપો અને મદદ કરો. આમીન. જો તમે ઉપરની પ્રાર્થના કરી હોય તો, ઈશ્વરને કહો કે તમને ચર્ચમાં જવાનો માર્ગ બતાવે. નિયમિત રીતે પ્રાર્થનામાં ઈશ્વર સાથે વાત કરો અને ઈશ્વર તમારી સાથે વાત કરશે.
ઈશ્વર ના અવાજને સાભળો. ઈશ્વર તમને માર્ગદર્શન આપશે. તે તમને ચાહે છે અને તમારી દેખભાળ રાખશે. તમે તેનામાં આસ્થા રાખી શકો છો. તેનામાં આસ્થા રાખનારને તે કદિ નાસીપાસ કરતો નથી.ઈશ્વર બહુજ સારો છે. તેના પર આસ્થા રાખી શકાય છે. તમારી જિંદગી માટે તેના ઉપર આધાર રાખી શકો છો. તમારી જરૂરીયાતો તેના પાસે લાવો. તે તમારી ચિંતા કરે છે અને તમને સુખી કરશે. ઈશ્વરે કહ્યું,‘ હું કદિ તને છોડીશ નહિ કે ભુલીશ નહિ. ’ ઈશ્વરમાં ભરોસો રાખો. ઈસુના આશીર્વાદ મેળવો.
જ્હોનના પુસ્તકથી શરૂ કરીને, નિયમિત બાઈબલ વાંચો. ઈન્ટરનેટના વધુ સંસાધનો માટે અહિ ક્લીક કરો.